Post Top Ad

અપકમિંગ / શાઓમીની ‘રેડમી નોટ 9’ સિરીઝનો અપકમિંગ સ્માર્ટફોન 30 એપ્રિલે લોન્ચ થશે




ચાઈનીઝ ટેક કંપનીશાઓમીએ ગત મહિને જ ભારતમાં ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરી હતી. હવે ‘રેડમી નોટ 9’ સિરીઝનો અપકમિંગ સ્માર્ટફોન 30 એપ્રિલે ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી આપશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ લોન્ચિંગ ઈવેન્ટમાં ‘રેડમી નોટ 9’ને ગ્લોબલી લોન્ચ કરશે તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન લોન્ચ થશે. ગત મહિને ‘રેડમી નોટ 9 પ્રો’ અને ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’ સ્માર્ટફોન લોન્ચ થયા હોવાથી ‘રેડમી નોટ 9’  સ્માર્ટફોન લોન્ચ થવાની શક્યતા વધારે છે.
‘રેડમી નોટ 9’  સ્માર્ટફોનને ચીનમાં ‘Redmi 10X’નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે. ફોનમાં 6.53 ઈંચની ફુલ HD+ 1080x2340 પિક્સલનું રિઝોલ્યુશન મળી શકે છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર મળી શકે છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5,020mAhની બેટરી મળશે.
ભારતમાં લોન્ચ થયેલાં ‘રેડમી નોટ 9 પ્રો’માં 48MPના પ્રાઈમરી કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ, ક્વોલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને 5020mAhની બેટરી આપવામાં આવી છે. જ્યારે ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’માં 64MPના કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ, ક્વોલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, 32MPનો સેલ્ફી કેમેરા, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને 5020mAhની બેટરી આપવામાં આવી છે.

No comments:

Post a Comment

Ads